Menu

Talisman Fardi !!

An ordinary man's open book

Talisman Visits

308033

Demise of Dr. Homi Dastur

તબીબજગતના ભીષ્‍મપિતામહ ડો. હોમી દસ્‍તુરની ચિરવિદાય

ડો. દસ્‍તુર ૧૯૫૯થી જનરલ સર્જન તરીકે દર્દીઓની સેવા કરતા હતા : ભાવનગર સિવિલ સર્જનના સ્‍થાનેથી રાજકોટ બદલી પામ્‍યા હતા રાજકોટ સરકારી હોસ્‍પિટલના સિવિલ સર્જન તરીકે નિવૃત્ત થઇ કાયમ માટે અહીં જ સ્‍થાયી થઇ ગયા : તબીબી વ્‍યવસાય સાથે સંકળાયેલુ સમગ્ર દસ્‍તુર પરિવાર સિધ્‍ધાંતમાં સિમાચિન્‍હરૂપ : હોમી દસ્‍તુર ક્રિકેટના જબરા ચાહક હતા : આજે સવારે ક્રિકેટ મેચ નિહાળતા નિહાળતા જ અંતિમ વાટ પકડી

 

 અલવિદા દસ્‍તુર સાહેબ... રાજકોટઃ સૌરાષ્‍ટ્રના તબીબી જગતના ભિષ્‍મ પિતામહ ડો. હોમી એન.દસ્‍તુરનું આજે ૯પ વર્ષની વયે નિધન થતા ઘેરો શોક છવાયો છે. પ્રસ્‍તૃત તસ્‍વીરમાં ડો. હોમી દસ્‍તુરની ફાઇલ તસ્‍વીર. બીજી તસ્‍વીર યાજ્ઞીક રોડ સ્‍થિત ડો. દસ્‍તુર બંગલો અને તેમના નિવાસસ્‍થાને શોકગ્રસ્‍ત સ્‍વજનો, ડો. દારા એસ.દસ્‍તુર નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

   રાજકોટ તા. ૧૮ : દેવદૂત ગણાતા તબીબ અને તબીબજગતના ભિષ્‍મપિતામહ ડો. હોમી એન. દસ્‍તુર (ઉ.વ.૯૫)નું આજે સવારે ૧૧.૧૫ કલાકે દુઃખદ નિધન થયું છે. ડોકટર હોમી એન. દસ્‍તુરની ચિરવિદાયથી માત્ર તબીબજગતે જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્‍ટ્રે એક આદર્શ તબીબ ગુમાવ્‍યા છે.

   ડો. હોમી એન. દસ્‍તુર તેમના નિત્‍યક્રમ પ્રમાણે ગઇકાલે વોર્કિંગમાં ગયા, રાત્રે પૂરતી ઉંઘ કરી સવારે નાસ્‍તો કર્યો, અખબાર વાંચ્‍યા બાદ ટીવીમાં ક્રિકેટ મેચ નિહાળતા હતા તે દરમિયાન જ અંતિમ શ્વાસ લઇ આ ફાની દુનિયાને અલવિદા કરી.

   આજે સવારે તબીબજગતના ભિષ્‍મ પિતામહ ડો. હોમી દસ્‍તુરનું નિધન થયાનાં સમાચાર મળતા જ જૂની પેઢીના લોકો તેમજ તબીબજગતના અગ્રણીઓ તેમના યાજ્ઞીક રોડ સ્‍થિત નિવાસસ્‍થાને દોડી આવ્‍યા હતા. ડો. હોમી દસ્‍તુરના નિધનના સમાચાર મળતા જ ડો. ગૌતમભાઇ દવે, ડો. અજય પાટીલ, ડો. બંકિમભાઇ થાનકી, આઇએમએના પ્રથમ ભાવેશ સચદે, ડો. કામદાર, ડો. અતુલ પંડયા સહિતના તબીબો અને હરિદ્રસિંહ જાડેજા, જયદિપ વોરા સહિતના મિત્રો દોડી ગયાહતા અને પરિવારને સાંત્‍વના આપી હતી.

   સૌરાષ્‍ટ્રના પ્રથમ જનરલ સર્જન ડો. હોમી એન. દસ્‍તુરે ૧૯૫૯માં જાગનાથ સ્‍થિતિ હોસ્‍પિટલમાં તબીબી સેવા શરૂ કરી માત્રને માત્ર દર્દીની સારવારને અગ્રતા આપતા ડો. હોમી દસ્‍તુર સમયકાળે ખૂબ પ્રસિધ્‍ધી પામ્‍યા હતા. ગમે તેવી મોંઘીદાટ સર્જરી પણ તેમના હૈયે દર્દીનું હિત હોય તુરંત જરૂરી સારવાર કરી આપતા. લોકો તેમને ગરીબ દર્દીના બેલી તરીકે સંબોધતા.

   સૌરાષ્‍ટ્રના પ્રથમ સર્જન ડો. હોમી દસ્‍તુર અને તેમના પત્‍ની ડો. પહેરીન દસ્‍તુર પણ સૌરાષ્‍ટ્રના પ્રથમ ગાયકનોલોજીસ્‍ટ છે.

   ગરીબોના બેલી ડો. હોમી દસ્‍તુરની જીવન ઝરમર

   પારસી સમાજમાંથી આવતા આ જૂની પેઢીના સર્જન ડો. હોમી દસ્‍તુર તબીબ જગતમાં મોટી નામના ધરાવતા હતા. તે સરળ અને સાલસ સ્‍વભાવના હતા. તેઓ ગરીબ દર્દીઓ પૈસા માટે મુંઝાતા હોય ત્‍યારે પહેલા સારવાર પછી પૈસાની વાત એમ કહીને તેમની મુંઝવણ દૂર કરી દેતાં હતા. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન અગણિત દર્દીઓને સાજા કર્યા છે. તેમની ઓળખ એક તબીબ કરતાં પણ વધુ એક ઉમદા માનવી તરીકેની હતી અને તેમના સંપર્કમાં આવનાર કોઇપણ વ્‍યકિત તેમનાથી અભિભૂત થઇ જતી હતી.

   જાગનાથ પ્‍લોટ શેરી નં. ૨૨માં આવેલી પોતાની હોસ્‍પિટલમાં અનેક વીઆઇપી દર્દીઓની સારવાર કરનારા ડો. હોમી દસ્‍તુરને અનેક ગરીબ દર્દીઓના પણ આશિર્વાદ મળ્‍યા હતા અને કદાચ એટલે જ ૯૫ વર્ષની વયે પણ તેઓ સક્રિય હતા.

   ડો. હોમી દસ્‍તુરનો તબીબી વારસો તેમના પુત્ર દરિયાશ (દારા) અને પુત્રવધૂ ડો. ગુલશને સંભાળ્‍યો હતો અને આજે આ દસ્‍તુર દંપતિ પણ તબીબી વ્‍યવસાયમાં સારી નામના ધરાવે છે. તેમના પુત્રી આહવા દેસાઇ અમદાવાદ કેન્‍સર હોસ્‍પિટલમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. લંડનની એમ.એસ.એફ.આર.સી.એસ.ની ડીગ્રી ધરાવતા ડો. હોમી નસરવાનજી દસ્‍તુરના પિતા અને દાદા પણ સર્જન હતા. તેમના મોટાભાઇ કે.એમ.દસ્‍તુર પણ સર્જન હતા. તેમણે ‘કુલી' ફિલ્‍મના શુટીંગ દરમિયાન ગંભીર ઇજાગ્રસ્‍ત થયેલા અમિતાભ બચ્‍ચનની પણ સારવાર કરી હતી. ડો. એચ.એન.દસ્‍તુરે ભાવનગરના સિવિલ સર્જન તરીકે સેવા આપ્‍યા બાદ ૧૯૫૯માં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સર્જન તરીકે નિમણુંક પામ્‍યા હતા. હેડ ટુ ટો એટલે કે પગથી માથા સુધીના દરેક જાતની સર્જરી માટે નિષ્‍ણાંત મનાતા ડો. એચ.એન.દસ્‍તુર ૧૯૯૫ સુધી રાજકોટ ખાતેની તેમની હોસ્‍પિટલમાં સતત કાર્યરત હતા. ૧૯૮૪થી તેમની સાથે તેમના પુત્ર ડો. ડી.એચ.દસ્‍તુર જોડાયા હતા. તેમના પુત્ર દારા પણ પિતાના પગલે પગલે ચાલી રહ્યા છે.

   સદ્‌ગત ડો. હોમી દસ્‍તુરની અંતિમયાત્રા આજે સાંજે ૬ વાગ્‍યે તેમના યાજ્ઞીક રોડ ખાતેના નિવાસસ્‍થાનેથી નીકળીને મોટામવા મુક્‍તિધામ જશે. તેમનું બેસણું આવતીકાલ તા. ૧૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કાઠીયાવાડ, જીમખાના ખાતે રાખવામાં આવ્‍યું છે.

   પશ્ચિમ ભારતમાં તબીબી ક્ષેત્રે ડો. દસ્‍તુર પરિવારનો દબદબો

   રાજકોટ તા. ૧૮ : પશ્ચિમ ભારતમાં ૧૯૬૦થી ૮૫નો દાયકો દસ્‍તુર પરિવારનો તબીબી સેવામાં અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. ડો. હોમી દસ્‍તુરના મોટાભાઇ ડો. કે.એન.દસ્‍તુર પશ્ચિમ ભારતના પ્રથમ હૃદયરોગ નિષ્‍ણાંત તરીકે વરસો સુધી કાર્યરત રહ્યા હતા. ડો. હોમી દસ્‍તુરના ધર્મપત્‍ની ડો. પહેરીન દસ્‍તુર પણ સૌરાષ્‍ટ્રના પ્રથમસ્ત્રીરોગ નિષ્‍ણાંત છે. પિતાના પગલે ડો. દારા દસ્‍તુર પણ દર્દીઓની સેવામાં છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત છે. હાલ ડો. દસ્‍તુરની હોસ્‍પિટલ ખાતે દારાએશ દસ્‍તુર અને તેમના ધર્મપત્‍ની ડો. ગુલશન દસ્‍તુર ફરજ બજાવે છે. ડો. હોમી દસ્‍તુરના સુપુત્રી ડો. આવા દેસાઇ અમદાવાદની ખ્‍યાતનામ કેન્‍સર હોસ્‍પિટલમાં ફરજ બજાવે છે.

 

Go Back

Comment